થરા-નાના જામપુર રોડ વળાંક પર ડમ્પર-બાઇક અકસ્માતમાં પોલીસમેનને પગે ગંભીર રીતે ઇજા

ઓગડ તાલુકામાં થરા તાણા નાના જામપુર રોડ ડમ્પર ચાલકો બન્યા બેફામ

થરા સર્વિસ રોડ ઉપર બેફામ ફરી રહ્યા છે ઓવરલોડ રેત ભરીને મહાકાય ડમ્પરો

થરા ઓગડ તાલુકાની રચના બાદ થરા મુખ્ય મથક બન્યું મામલતદાર તાલુકા પંચાયતની કચેરીઓ અને સ્વતંત્ર અધિકારીઓની નિમણૂંક થવા છતાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલાઈ નથી પાલિકા પ્રસાશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી કાગળ પર થઈ ગટરોમાં ગંદકી કચરાનો નિકાલ થયો નથી વરસાદ વગર ગટરોના ગંદા પાણી જાહેર સર્વિસ રોડ પર આવે છે ત્યારે ગઈકાલે ઓગડ તાલુકાના થરા નગરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા નાના જામપુર રોડના વળાંક પર બાઇક અને ડમ્પર નં Gjo8AU 9581 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અભુજી ચતુરજી ઠાકોર પગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ અભુજી ચતુરજી ઠાકોર પોતાના બાઇક પર થરા બજારમાં ખરીદી માટે જઈ રહ્યા હતા. દરમિયાન જામપુર રોડના વળાંક પાસે સામેથી આવતા ડમ્પર ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે તેમના બાઇકને જોરદાર ટક્કર વાગી હતી.
ટક્કરની તીવ્રતા એટલી હતી કે બાઇક ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ ગયું હતું અને બાઇકનું ટાયર તૂટી ગયું હતું. આ અકસ્માતમાં અભુજી ઠાકોરના એક પગે ગંભીરઇજા પહોંચી હતી અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે થરા બસ્ટેન્ડ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ઓગડ તાલુકામાં થરા તાણા નાના જામપુર રોડ ઓવરલોડ રેત ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે શાળા કોલેજ સમયે થરા સર્વિસ રોડ ઉપર ઓવરલોડ રેત ભરીને મહાકાય ડમ્પરોને કારણે ભારે ટ્રાફીક જામ થઈ જાય છે જેની સામે પોલીસતંત્ર મૌન અને વિધાર્થી ઓ વેપારીઓ રાહદારીઓ લાચાર તકલીફ ભોગવતા જોવા મળે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here