ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ‘નમો સ્વચ્છતા અભિયાન’ની ઉજવણી કરવામાં આવી

પાટણ,

પાટણની જી.એમ.ઈ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ખાતે આજે તારીખ ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ ‘નમો સ્વચ્છતા અભિયાન’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

રાજકીય પદાધિકારીઓ અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

કાર્યક્રમ દરમિયાન પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ઉદ્ બોધન આપતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલે સ્વચ્છતાનું મહત્વ સમજાવી સંસ્થાને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ધારપુર ગ્રામ પંચાયતના સરપંચ માડણભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા વિરલભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ મંત્રી ભોમાજી ઠાકોર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા, પાટણ નગરપાલિકાના દંડક ડૉ. મનોજ ઠાકોર, પાટણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ રાજપૂત, ઉપપ્રમુખ કિરણસિંહ ઝાલા તેમજ પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી તંત્ર અને મેડિકલ ટીમ જોડાઈ

સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી(DDO), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી(CDHO), RCHO, DTO, CDMO સહિત ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્મા, આર.એમ.ઓ. (RMO) અને પી.આઈ.યુ. (PIU) ની ટીમે હાજરી આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ્સ, સ્વીપર્સ તેમજ આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કલેક્ટર અને ડી.ડી.ઓ.એ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું

મુખ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ પાટણ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી(DDO) દ્વારા ધારપુર હોસ્પિટલના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાની સ્થિતિ ચકાસીને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે ઉચ્ચ કક્ષાની સફાઈ જળવાઈ રહે તે માટે તંત્રને જરૂરી અને મહત્વના સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here