રથયાત્રા પૂર્વે પાટણ એલસીબીએ ગેરકાયદે હથિયારો સાથે ૬ શખ્સોને ઝડપી પાડ્યા

પાટણ:
આગામી રથયાત્રાને અનુલક્ષીને પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, એલસીબી પાટણની ટીમે જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે રાધનપુર ડિવિઝનના ગાજદીનપુરા, મુજપુર, રાણીસર અને વારાહી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ ૬ ઇસમોને ગેરકાયદેસર રીતે રાખેલી ૫ પિસ્તોલ (કટ્ટા), ૪ કારતુસ અને હથિયાર બનાવવાની સાધન-સામગ્રી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ૨૧,૫૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં મઝરહુસૈન સૈદુમિયાં કાલુમિયાં સૈયદ, ઇકબાલખાન અયુબખાન કરીમખાન મલેક, અશરફખાન હાજીખાન દલાજી મલેક, નસીબખાન ઉર્ફે લાલો મેહબુબખાન મલેક, હનીફ દરીયાખાન ભટ્ટી અને મોબીનભાઇ ગનીભાઇ હજીજભાઇ વેપારીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં કુલ ૫ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ડાહ્યાજી ઉકાજી માજીરાણા અને દરીયાખાન મુસાભાઇ ભટ્ટી નામના બે શખ્સો હજુ પકડવાના બાકી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ ઓપરેશનમાં એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી અને પી.વી. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જેમાં એ.એસ.આઇ. જાલુભા બાલસંગજી, દિનેશકુમાર ત્રિભોવનભાઇ, અને લાલાભાઇ ચેહાભાઇ સામેલ હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ હસમુખસિંહ અમરાભાઇ, લખનકુમાર અમૃતભાઇ, કુલદીપકુમાર લક્ષ્મીદાસ, કેતનકુમાર ગોવિંદભાઇ, મૌલીકકુમાર કિર્તિકુમા, અતુલકુમાર બળદેવભાઇ, દિલીપસિંહ સુરાજી, જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ, વનરાજસિંહ રાણાજી, અને હારીજ પો.સ્ટે.ના અરવિંદજી લીલાજી તેમજ કોન્સ્ટેબલ વિશાલભાઇ દીલીપભાઇ(હારીજ), પ્રવિણસિંહ જેશંગજી, કિરણભાઇ ભલાભાઇ, મનુભાઇ કરસનભાઇ, ડ્રાઈવર કોન્સ્ટેબલ બીપીનજી વેરશીજી અને જાલમસિંહ ભારૂજી એ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here