પાટણ:
ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણમાં ‘સ્વર સંદિપ મ્યુઝીકલ ક્લબ આર.કે. સ્ટુડિયો’ દ્વારા ‘રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ-૨૦૨૬’ ના પાંચમા સુવર્ણ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.



પાટણના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક તથા સ્વર સંદિપ મ્યુઝીકલ ક્લબના ડાયરેક્ટર શ્રી સંદીપ ખત્રી અને અનિતા ખત્રી તથા તેમની ૫૦ કલાકારોની ટીમે તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૬ને રવિવારના રોજ કાળકા માતા મંદિરના પ્રાંગણમાં મહાકાળી માતાના ઉપાસક અને સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ ના મહેમાનપદે તથા આશીર્વચન સાથે આ સંગીત સપ્તાહનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તારીખ ૨ ઓગસ્ટ ૨૦૨૬ને રવિવારના રોજ ૧૫ કલાકમાં ૧૨૫ નોનસ્ટોપ ગીતો અને શ્રી અશોકભાઈ વ્યાસના જ સાનિધ્યમાં ૫૦૦મું ગીત રાત્રે ૧૧ કલાકે ગાઈને સંગીત સપ્તાહને વિરામ આપવામાં આવ્યો હતો.



વિવિધ સ્થળોએ ૨૫ ભવ્ય કાર્યક્રમો
મહાકાળી માતાના પ્રાંગણથી શરૂ થયેલી આ સંગીત સપ્તાહ પાટણની સબ જેલ, ત્રિકમબારોટની વાવ, ફતેહસિંહરાવ લાઇબ્રેરી – ગણેશવાડી, શહેરની અગ્રીમ હરોળની શાળાઓ, શહેરના નામાંકિત ચૌટા (ચોક), લાયન્સ તેમજ રેડક્રોસ હોલ, ટ્રેગ મોલ, ઐતિહાસિક બગવાડા દરવાજા અને સતત પાત્રે પાંચ દિવસ રંગભવન હોલ સહિત કુલ ૨૫ કાર્યક્રમોમાં કલાકારોએ મન દઈને પોતાની કલા પ્રસ્તુત કરી શહેરીજનોને સંગીતમાં તરબોળ કરી દીધા હતા.



અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ અને સહયોગ
સતત પંદર દિવસ સુધી ચાલેલા આ સંગીત સપ્તાહના કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા અને વાગડોદ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેસાઈ ગોવિંદભાઈ રત્નાભાઈ, કો-સ્પોન્સર શ્રી ભરતભાઈ એમ. પટેલ, શ્રીમતી પારૂલબેન ખત્રી, શ્રીમતી આરતીબેન સોની, પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ, એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના કાનજીભાઈ વી. પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ દવે, મહાગુજરાતના તંત્રીશ્રી હર્ષદભાઈ ખમાર, નિભાવના તંત્રીશ્રી અશ્વિનભાઈ જોષી, દીપ ટાઈમ્સ ના તંત્રી દિપકભાઈ ખત્રી, મહાસુખભાઈ મોદી, યશપાલ સ્વામી, પરેશ રામી, અબ્દુલ શેખ, લા. પ્રમુખ મૌલિકભાઈ ઠક્કર, શ્રીમદ ભાગવત કથાકાર શ્રીમતી કુમુદબેન દવે, શ્રી પ્રદીપભાઈ બારોટ, શ્રી આત્મારામભાઈ નાઈ, દક્ષેશભાઈ ખત્રી, જેલ અધિકારી શ્રી બી.ટી. દેસાઈ, ડો. શૈલેષભાઈ સોમપુરા, ડો. આરતીબેન પટેલ, ડો. મધુબેન દેસાઈ, જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ, કિશોરભાઈ મહેશ્વરી, શ્રી ભાનુભાઈ સોની, ડો. આરતીબેન સોની, પાટણ નગરપાલિકાના અતિથિ વિશેષ તરીકે પધારેલા નગરસેવકો સહિત શહેરના ૭૦ થી વધારે અગ્રગણ્ય નાગરિકોએ મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષ પદ શોભાવી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


કલાકારોનું સન્માન અને એવોર્ડ વિતરણ
આ કાર્યક્રમમાં સંદિપ ખત્રી અને અનિતા ખત્રી સહિત તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ હેમંત કાટવાલા, સુનિતા પ્રજાપતિ, ડો. દિલીપ પટેલ, સુનિતા ઠાકર, જગદીશ પટેલ, આરતી ડબગર, પિંકી પંચાલ, જગદીશ ખમાર, નેહા પટેલ, શૈલેષ ખમાર, મીના ઠક્કર, રાજેશ સોની, જયશ્રી જેઠવા, ડો. સી.બી. પટેલ, ડો. મધુબેન દેસાઈ, વિજય પટેલ, ડો. આરતીબેન પટેલ, મેહુલ સોલંકી, મૃદુલા શાહ, ગોકુળ ભાટિયા, અંકિતા ખત્રી, જનક સોની, આરતી સોની જેવા કલાકારોએ રફી-કિશોર-મુકેશના ગીતો ગાઈ શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વર સંદિપ મ્યુઝીકલ ક્લબના ડાયરેક્ટર શ્રી સંદીપ ખત્રી દ્વારા વર્ષ ૨૦૨૫ માટે ‘બેસ્ટ સિંગર’ નો એવોર્ડ આરતી ડબગર ને તથા ‘બેસ્ટ સ્ટુડન્ટ’ નો એવોર્ડ શ્રી બાબુભાઈ પટેલ ને આપવામાં આવ્યો હતો, જ્યારે તમામ કલાકારોને મહેમાનોના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી પ્રદીપભાઈ બારોટ, જ્યોતિ પટેલ, આત્મારામભાઈ નાઈ, નિલ્પાબેન વ્યાસ અને જિતેન્દ્રભાઈ ઓતિયા જેવા ઉદ્ઘોષકોએ પોતપોતાની આગવી શૈલીમાં એન્કરિંગ કરી સમગ્ર કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વર સંદિપ મ્યુઝીકલ ક્લબના ડાયરેક્ટર શ્રી સંદીપ ખત્રીએ સંગીતના ચાહકો, પ્રેસ મીડિયા અને સાથ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.




