શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ખાતે સૌ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાને વિસર્જિત કરવા માટેની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ..

પાટણ તા. ૧૯
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ખાતે સૌ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાને વિસર્જિત કરવા માટેની સુંદર વ્યવસ્થા શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારે આ સેવાનો લાભ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો લઈ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન ની વ્યવસ્થા ને સરાહનીય લેખાવી રહ્યા છે.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મંદિર પરિસર ખાતે ધાર્મિક, સામાજિક,શૈક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ સાલે સૌ પ્રથમવાર આયોજિત ગણેશ વિસર્જનની વ્યવસ્થા ને પણ પ્રજાપતિ સમાજ સહિત અઢારેવણૅના લોકોએ વખાણી શ્રી પદ્મનાભ ટ્રસ્ટની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના આવા આયોજન બદલ આભાર ની લાગણી વ્યકત કરી છે. આ ગણેશ વિસર્જન ની વ્યવસ્થા સોમવાર સુધી કાર્યરત રાખવામાં આવનાર છે તો દરેક ગણેશ ભકતોને માટી માથી તૈયાર કરેલ શ્રી ગણેશજી ની પ્રતિમાના વિસજૅન માટે શ્રી પદ્મનાભ મંદિર વાડી પરિસર ખાતે પધારવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here