પાટણવાસીઓ માટે આજનો દિવસ બન્યો સુપર સ્પેશિયલ

*ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલનો જન્મદિવસ બન્યો જનકલ્યાણનો ઉત્સવ!”

જન્મદિવસ એટલે ઉત્સાહ, આનંદ અને ઉજવણીનો અવસર. પરંતુ જ્યારે આ જ દિવસ જનસેવા સાથે જોડાઈ જાય, ત્યારે તેની ખુશી અનેકગણી વધી જાય છે. પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ ભવ્ય પાર્ટી કે દેખાડાને બદલે લોક ઉપયોગી સેવાકીય કાર્યો કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ વિશેષ દિવસે ઉત્કર્ષ પટેલ દ્વારા રોટ્રેકટ ક્લબ ઓફ પાટણના સભ્યોના પાટણના સહયોગથી શહેરમાં અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત પાટણ ખાતે આયોજિત મેડિકલ સેવા કેમ્પથી થઈ હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ ઉપસ્થિત રહીને નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને નવજાત બાળકો અને માતાઓ માટે બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી હોસ્પિટલના વાતાવરણમાં એક અનેક ખુશીઓ છવાઈ ગઈ હતી.
માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ શિક્ષણને પણ પ્રાથમિકતા આપતા ઉત્કર્ષ પટેલે આંગણવાડીના નાના ભૂલકાંઓ માટે ચોપડા વિતરણ જેવા સરાહનીય કાર્યો કર્યા હતા. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો પાટણ શહેરના અસંખ્ય જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આશીર્વાદ વરસાવ્યા હતા.
આ શુભ પ્રસંગે પાટણ ભાજપના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્કર્ષ પટેલ સાથે રહીને તેમના જન્મદિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. એક જનપ્રતિનિધિ તરીકે પદ અને લોકપ્રિયતાનો સાચો ઉપયોગ કેવી રીતે થઈ શકે, તેનું આ એક જીવંત ઉદાહરણ પૂરું પડાયું છે.




