પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સેવા યાત્રા પર આધારિત શેરી નાટક નો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સફળ અને ઉત્કૃષ્ટ સુશાસનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો.

નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સુશાસનની પાટણમાં ભવ્ય ઉજવણી

સેવા અને જાગૃતિ અભિયાન અંતર્ગત પાટણમાં કલાકારોએ નાટક દ્વારા ક્રાંતિકારી પરિવર્તન દર્શાવ્યું!
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સફળ અને ઉત્કૃષ્ટ સુશાસનની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે વિવિધ સેવાકીય અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવે જણાવ્યું હતું કે, કલાકારો દ્વારા એક વિશેષ શેરી નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં દેશ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સુશાસનથી આવેલા વિશાળ પરિવર્તનને ખૂબ જ રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિઘવ, હર્ષ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ભાજપ મહિલા પાંખ, તેમજ પાટણ જિલ્લા અને શહેર ભાજપ ના આગેવાનો અને હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમથી લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here