અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 ઘટના સ્થળે આવી પહોંચી…
મૃતક બ્રાહ્મણવાડા નો હોવાનું અને સિક્યુરિટીની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું…
Patan :
Patan : પાટણ જિલ્લા નાં હાઈવે માર્ગ પર અવાર નવાર નાના મોટા માગૅ અક્સ્માત નાં બનાવો સજૉતા હોય છે ત્યારે આવો જ એક માગૅ અકસ્માત શનિવારના રોજ પાટણના સિધ્ધપુર હાઈવે પર દેથળી ચાર નજીક ટ્રક ચાલકે સાયકલ સવાર શખ્સને ટક્કર મારતાં સાયકલ સવારનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ શનિવારે સવારે સિધ્ધપુર હાઈવે માર્ગ પર થી પુરઝડપે પસાર થઈ રહેલ ટ્રક ચાલકે દેથળી ચાર રસ્તા નજીક એસ્સાર પેટ્રોલ પંપ પાસે થી પસાર થઇ રહેલા સાયકલ સવાર શખ્સને ટક્કર મારતાં સાયકલ સવાર રોડ પર પટકાતા તેનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે આ બનાવની જાણ 108 અને પોલીસ ને કરાતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસ દ્વારા મૃતકનું પંચનામુ કરી લાશને પીએમ માટે સિધ્ધપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી.
મૃતક સાયકલ સવાર ઉઝા તાલુકાના બ્રાહ્મણ વાડા ગામનો હોવાનું અને સિક્યુરિટી તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળતાં પોલીસે મૃતકના પરિવારને ધટનાની જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને પરિવારના સદસ્ય નું માગૅ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાની ધટના ને લઈને શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.
Report by Rajubhai Thakkar




