Patan : રોકડીયા ગેટ ભંડારી પાડાના અંદરના ભાગે સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી

વિસ્તારના કોર્પોરેટરે વિસ્તારની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને જરૂરી સુચનાઓ આપી.

Patan :

પાટણ નગરપાલિકા દ્વારા શનિવાર ના રોજ વોડૅ નં 3 માં આવતાં રોકડીયા ગેટ વિસ્તારના ભંડારી પાડાના અંદરના ભાગે સીસી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
વોર્ડ નંબર 3 ના વિવિધ વિસ્તારોમાં ચાલતાં સીસીરોડ ની કામગીરી શુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે માટે આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપુત, હરેશભાઈ મોદી, છાયાબેન રાવલ, રમીલાબેન ભીલ દ્વારા સ્થળ પર હાજર રહ્યા હતા અને રોડ કોન્ટ્રાક્ટરને જરૂરી સુચનાઓ આપી રોડની કામગીરી વ્યવસ્થિત કરવા જણાવ્યું હતું તો વિસ્તારના બહાર ના ભાગ નાં સીસી રોડની કામગીરી હોળી પછી ચાલુ કરવામાં આવશે તેવું વિસ્તારના રહીશો ને કોર્પોરેટરો એ જણાવ્યું હતું…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here