Patan : મહેમદપુર ગામનાં વ્હોળા માંથી ગામના જ યુવકની લાશ મળી આવતા ખળભળાટ

પાટણ તાલુકા પોલીસ દ્વારા મૃતકની લાશનુ પંચનામુ કરી તપાસના ચક્રો ગતિમાન કરાયા

Patan :પાટણ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અગમ્ય કારણોસર અપ મૃત્યુ નાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે તો અસામાજિક પ્રવૃત્તિઓ પણ છેલ્લા થોડાક સમય થી વધી છે. આવી ધટનાઓ ને બનતી રોકવા માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સધન કરવામાં આવતું હોય છે છતાં પણ છાશવારે આવા અપ મૃત્યુ નાં બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે.


પાટણ તાલુકાના મહેમદપુર ગામ નજીક એક ૩૫ વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પાટણ તાલુકા પોલીસ ઘટના ઉપર પહોંચી હતી.

મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના મહેમદપુર ગામ માં આવેલ વ્હેડાની બાજુમાં એક ૩૫ વર્ષીય યુવકની લાશ જોવા મળી હતી જેને લઇને વહેલી સવારે અહીંથી નીકળતી મહિલાઓએ ગામના સરપંચ અને ગામલોકોને જાણ કરી હતી આ ઈસમ ગામનો જ ગોડાજી પ્રતાપજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ ગામના સરપંચ દ્વારા પાટણ તાલુકા પોલીસને કરવામાં આવતા પાટણ તાલુકા પી. આઈ સહિતની ટીમ તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોલીસે ઘટનાની સાચી હકીકત જણવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે હાલમાં સમગ્ર ઘટનાની તપાસ તાલુકા પી.આઈ દ્વારા કરવામાં આવી રહી છે….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here