Patan : સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કૂલમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી

તોલમાપ અધિકારી ઉપસ્થિત રહી સચોટ માર્ગદર્શન અને માહિતી આપી હતી

Patan : આજરોજ સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કૂલમાં (જય ભારત) “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ નિમિત્તે સમગ્ર ભારતમાં ભારત સરકાર દ્રારા ” આઝાદી કા અમૃત મહોત્સવ – યોગ્ય ડિજિટલ નાણાકીય પધ્ધતિ ” થીમ પર 11 માર્ચ થી 17 માર્ચ દરમ્યાન ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર રાધનપુરના ઇન્ચાર્જ વિકાસભાઈ ચૌધરી ઉપસ્થિતિ રહી સચોટ માહીતી આપી હતી.

આ પ્રસંગે સૌ પ્રસંગે શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે મહેમાનનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ગ્રાહકના શોષણના કારણો વિશે મોહમ્મદ ઝેદ,
ગ્રાહક જાગૃતિ વિશે મિત ડાભી,
અધિકારો અંગેના કાયદા વિશે સુરજ નાયી,ફરજો વિશે પ્રદીપ પંડ્યા,ઉપાયો વિશે હાઝી સૈયદ,ગ્રાહક મંડળ વિશે નિસર્ગ સોનારા,સંસ્થાઓ વિશે દલવાડી યશ,ફરિયાદ વિશે મેહુલ ચાવડા એ યોગ્ય પ્રતિભાવ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્ય સંજયભાઈ પટેલ,સંજયભાઈ ઠાકોર,અશ્વિનભાઈ કડિયા,મહેબૂબભાઇ સિપાઈ,સાહિલકુમાર વિરતીયા,બાલસંગજી ઠાકોર,પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here