Patan : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલના જન્મદિન નિમિતે પાટણ શહેરની કેકારવ સ્કુલ પાટણ ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ રમતગમત સેલ દ્વારા ખેલસ્પર્ધા , આત્મરક્ષા શિબિર તેમજ યોગ શિબિરનું આયોજન કરી શાળાના વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પાટણ તાલુકા યુવા મોરચાના અધ્યક્ષ વિરલભાઇ પટેલ , પાટણ જીલ્લા યોગ કો.ઓર્ડીનેટર અંકિતાબેન પટેલ , કરાટે કોચ , સચિનભાઈ, તેમજ શાળાના આચાર્ય જયેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવાયો હતો….!
અહેવાલ :- ઉપેશ પંચાલ



