Patan : પાટણ શહેર ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લાના 14 મંડળોમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

પાટણ શહેર ભાજપ દ્ધારા આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના કુપોશિત બાળકોને ફ્રુટ કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Patan : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા જેમાં આજરોજ પાટણ શહેર ભાજપ અને પાટણ જીલ્લા ભાજપ સહિત ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચા દ્ધારા ફ્રી રોગ નિદાન કેમ્પ , ફ્રુટ વિતરણ , આંગણવાડીના બાળકોને પોષણ યુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યો હતો જયારે ઝુમ દ્ધારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનું વર્ચયુલ ઉદબોધન નું આયોજન પણ પાટણ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે જયારે આ પ્રસંગે પાટણ જીલ્લા ભાજપ અને પાટણ શહેર ભાજપ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….!

અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here