PATAN : પાટણમાં ધુળેટીના પર્વ નિમિત્તે વર્ષોની જૂની પરંપરા મુજબ ઈલાજીભાનો વરઘોડો નીકળ્યો

ઈલાજીભાના વરઘોડા પહેલા નવજાત શિશુઓને માનતાથી જોખવા તેમજ બાધા પૂરી કરવામાં આવી

ઈલાજીભાના વરઘોડામાં મોટી સખ્યાંમાં ભાવિક ભક્તો જોડાયા

PATAN : પાટણ શહેરમાં આજે ફાગણ સુદ એકમને ધૂળેટી એટલે કે રંગોત્સવની રમઝટ જામી હતી, ત્યારે પાટણમાં વર્ષોની જુની પરંપરા પ્રમાણે આજે શુક્રવારે રાત્રે એક કાલ્પનિક પાત્ર તરીકે અસ્થાઈ રૂપે એક દિવસ માટે સ્થાપિત કરાતા ‘ઈલાજીભા’નો વરઘોડો ધામધુમથી નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મદારસા વિસ્તારના લોકો જોડાયા હતા. મુળ રાજસ્થાનનાં કોઈ પાત્ર ઉપર પ્રેરણા લેવાઈ હોય તેવી ક્રિવદંતી પ્રચલિત આ ઈલાજીભા સાથે જોડાયેલી છે

પાટણ શહેરનાં મદારસા વિસ્તારમાં મદારસા ચોકમાં શ્વેત વસ્ત્રમાંથી બનાવેલા ખાસ પ્રકારના પુતળાનો આકાર તૈયાર કરાય છે. આજે પણ આ ઈલાજીભાનાં પુતળાને તૈયાર કરીને અહીં ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું.
પાટણનાં મદારસા યુવક મંડળ દ્વારા આયોજીત દ્ધારા પાટણના મદારસા વિસ્તાર ખાતેથી ઈલાજીભાની શોભાયાત્રા વરઘોડો કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારે સવારે આ વિસ્તારની બહેનો દ્વારા ગણેશ સ્થાપના કરાઈ હતી. આ પ્રસંગે વિશેષ પૂજા કરાઈ હતી તેમજ બહેનોએ લાડુ બનાવ્યા હતા. જે લાડુ નવપરિણિતાઓને તેનો પ્રસાદ અપાયો હતો. તેઓ તરફથી આ લાડુ બનાવવામાં આવ્યા હતા. અહીં ચોકલેટનો પ્રસાદ પણ વિતરણ કરાયો હતો.
ગુરૂવારે રાત્રે આનંદનાં ગરબા તેમજ રાસ ગરબાનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. તેમજ અત્રે હોલીકા દહન કરાયું હતું શુક્રવારે સાંજે અત્રે નવજાત શિશુઓને માનતાથી જોખવા તેમજ બાધા પૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ઈલાજીભા નગર ચર્ચાએ વાજતે ગાજતે અને વરઘોડા સ્વરૂપે શહેરનાં માર્ગો પર નિકળયા હતા. જે શહેરના વિવિધ વિસ્તરમાં ફર્યા હતા. જે દરમ્યાન બાળકોનાં માથે ઈલાજીભાનો હાથ મૂકીને આર્શીવાદ મેળવ્યા હતા. વરઘોડામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને વિસ્તારના લોકો જોડાયા હતા…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here