Patan : પાટણ જીલ્લા સહિત શહેરમાં કોરોનાના કારણે છેલ્લા એકાદ વર્ષથી યોજાતા અનેક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતુ પરંતુ ચાલુ સાલે કોરોના મહામારી થોડીક હળવો થતાં તેમજ સરકાર દ્વારા પણ નિયમો હળવા કરાતાં પાટણ શહેરમાં પુન: ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો ધબકતા થયા છે જેમાં ચાલુ સાલે ધુળેટીના પર્વ નિમિત્તે પાટણ શહેરના મદારસા વિસ્તારમાં આવેલ ઘીયાના પાડામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોની પરંપરા મુજબ ચાલુ સાલે પણ ધુળેટી નિમિતે વિવિદ્ય મનોરંજક રમત અને કાર્યક્રમનું આયોજન કરાયેલ જેમાં ઘીયાના પાડામાં રહેતા ભાઈઓ અને બહેનો વચ્ચે દોરડા ખેંચવા સહિત અન્ય મનોરંજનના કાર્યક્રમ યોજાયા હતા.
જયારે આ પ્રસંગે ઘીયાના પાડાના ભાઈઓ બહેનો વડીલો આગેવાનો નાના ભુલકાઓ મોટી સંખ્યામાં ખાસ હાજર રહ્યા હતા અને આ ધુળેટીના પર્વની સૌ કોઈએ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



