મન વિચલીત કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ
Patan : ‘કપાયેલા પગ સાથેનું ધડ જીવંત હાલતમાં’ વિચાતા જ કમકમાટી લાવી દે તેવી ઘટના આજે શનિવારે સુજનીપુર નજીક રેલવે ફાટક પાસે બનવા પામી હતી, જે મુજબ એક 45 વર્ષીય આધેડે ટ્રેન નીચે પડતુ મુકી પોતાનુ જીવન ટુંકાવીયુ હતું.
પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરાતા દીકરો અને દીકરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં પિતાનું શરીર ટ્રેન નીચે ધડ અને પગ થી કપાઈને જુદુ પડી ગયેલ હતું કપાયેલા પગ સાથે થોડીક ક્ષણો સુધી તરફડીયા મારતુ જીવંત ધડ અને તેના કપાયેલા પગ પાસે દિકરાનું હૈયાફાટ રુદન જોનારાના કાળજા કંપાવી દે તેવા આ દ્રશ્ય એ સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધુ હતું
આ ઘટનાના પગલે માલગાડી ઉભી રહી ગઈ હતી અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



