હારિજમાં 3 મિત્રોએ ભેગા મળી કનીજના યુવાનને મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો.
કેનાલમાં યુવકની લાશ તરતી જોવા મળતા ચકચાર
રાત્રે ખાણી પીણી સાથે મોજ કરવા ખેતરમાં ગયા જ્યાં બોલાચાલી થતાં 3 મિત્રોએ મિત્રનું કાસળ કાઢ્યું હોવાની શંકા
- મૃતકના પિતાએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પાટણ જીલ્લાના સમી તાલુકાના કનીજ ગામના ચાર યુવાન મિત્રો ખેતરમાં જઇ ધુળેટીની જમવા અને શરાબ સાથેની પાર્ટી કરવા ગયા હતા ત્યાં જઈ બોલાચાલી થતા ત્રણ મિત્રોએ મળી એક મિત્રને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો અને પરાવાના નાશ કરવા અમરાપરા બ્રાન્ચમાં છોડી આવ્યા હતા જેની લાશ આજરોજ સવારે ગોધણા નજીકથી મળતા ચકચાર મચી જવા પામી છે.
તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી સમી તાલુકાના કનીજ ગામના અરવિંદ ઉર્ફે મુન્નો સોમાભાઈ બારોટ (ઉ. વ. 30), જીગર રાજુભાઇ વણકર, નરેશ માફાભાઈ વાઘેલા અને પિયુષ માફાભાઈ વાઘેલા ચારેય મિત્રો પીયુષના ખેતરમાં ખાણીપીણીની પાર્ટી કરવા ગયા હતા. જ્યા એકબીજાને બોલાચાલી થતા જીગર, પિયુષ અને મહેશ ત્રણે મિત્રોએ બારોટ અરવિંદ ઉર્ફે મુન્નો સોમાભાઈને તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી મોત નિપજાવ્યું હતું અને ત્રણે મિત્રોએ પુરાવાનો નાશ કરવા અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં યુવાની લાશને ફેંકી આવ્યા હતા.
યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
ગોધણા નજીક યુવાનની લાશ તરતી આવતી બીસમીલ્લાબાદના યુવાનો ખેતરમાંથી કેનાલ પર જઈ રહ્યા હતા ત્યારે લાશને જોતાં બહાર કાઢી સમી પોલીસને જાણ કરી હતી પોલીસે સમી ખાતેની રેફરલમાં પી.એમ.માટે લઈ જવામાં આવી હતી.જ્યા માથાના ભાગે ઇજાઓ જણાતા સમી પી.એસ.આઈ.ડી.વી. ખરાડીએ તપાસ હાથ ધરતા મૃતક યુવાન કનીજ ગામનો જણાઈ આવ્યો હતો અને યુવાનનું ગામના જ શખ્સોએ કાસળ કાઢ્યું હોવાનું બહાર આવતા યુવાનના પિતા સોમાભાઈ ભાણાભાઈ બારોટે સમી પોલીસ મથકે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમી પી.એસ.આઈ ડી.વી.ખરાડીના જણાવ્યા મુજબ મૃતક યુવાનની લાશ મળતા માથા પરની ઇજાઓ કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા કરી હોવાની શંકાના આધારે તપાસ કરતા કનીજ ગામનો યુવકની ઓળખ થઈ હતી અને ગામના જ 3 યુવાનોએ રાત્રે ખેતરમાં જઈ મોત કર્યું હોવાનું તેના પિતાજીની ફરિયાદના આધારે સામે આવ્યું હતું મૃતક યુવકને ખેતરમાંથી કેનાલમાં કયા વાહનમાં લઈ ગયો કયા હથિયારનો ઉપયોગ કર્યો વગેરે વધુ તપાસ માટે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



