પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે આવેલ લોટેશ્વર મહાદેવ મંદિરનો તેમજ ધર્મશાળાનો વિકાસ તેમજ ગુજરાત યાત્રાધામ બોર્ડમા સમાવેશ કરવા માટે મંત્રી પૃણેશભાઇ મોદીને લેખિતમાં રજુઆત કરવામાં આવી.
પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ લોટેશ્વર મહાદેવ આવેલ છે અને આ મંદિર ખાતે દરજી સમાજના તેમજ મોદી સમાજના લોકો ખુબજ શ્રદ્ધા યાચના રાખે છે તેમજ દરેક સમાજના લોકો લોટેશ્વર મહાદેવ ખાતે પૂજા યાચના કરવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધા્ળુઓ દર્શનાથે આવે છે તો આ બાબતે વામૈયા ગામના અને જીવદયા પ્રેમી તેમજ યુવા નેતા શૈલેષ બી. નાયી દ્ધારા પવિત્ર યાત્રાધામ મંત્રી પૃણેશભાઇ મોદી ગુજરાત રાજ્ય તેમજ પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) તેમજ પાટણ જીલ્લા કલેકટર સહિત પાટણ જીલ્લા વિકાસ અધિકારી અને પાટણ જીલ્લા આયોજન અધિકારીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે શંખેશ્વરના લોટેશ્વર ખાતે આવેલ લોટેશ્વર મહાદેવના મંદિર નો તેમજ ધર્મશાળા સહિત દરજી સમાજની ધર્મશાળાનો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવામા આવે અને વિકાસ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ને પુરતી સગવડો પ્રાપ્ત થાય તેમ છે અને ગુજરાતના છેવાડેથી આવનાર શ્રદ્ધાળુઓને રહેવા માટે પુરતી સગવડ મળી રહે અને દુર દુરથી યાત્રાળુ તેમજ શ્રદ્ધાળુઓને પુરતી સગવડ મળી રહે તેવી રજુઆત સાથે શૈલેષ નાયી દ્ધારા પવિત્ર યાત્રાધામ ગુજરાત રાજ્યના યાત્રાધામ મંત્રી પૃણેશભાઇ મોદીને અેક લેખિતમાં પત્ર લખી રજુઆત કરી છે…..!
અહેવાલ :- ઉપેશ પંચાલ.



