પાટણ જીલ્લાના સમી તાલુકાની ગોચનાદ હાઈસ્કૂલમાં શ્રી સરદાર વિકાસ મંડળ ગોચનાદ ના પ્રમુખ ગજાભાઈ .કે. ચૌધરી તથા મંત્રી લક્ષ્મણભાઈ .બી. ચાવડા, આચાર્ય હરેશભાઈ .ટી. કટારા, શિક્ષક મનુભાઈ જાદવ, અને મનુભાઈ ઠાકોર, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયારે
પ્રમુખ ગજાભાઈ તેમજ મંત્રી લક્ષ્મણભાઈ દ્ધારા દીપ પ્રાગટ્ય કરી સમારંભની શુભ શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્ય મનુભાઈ જાદવે તેમજ વિદ્યાર્થીઓની વિદાય પ્રસંગે પ્રવચન આપ્યું હતુ પ્રથમ શરૂઆત સ્વાગત ગીત થી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘર મોરે પરદેશીયા ,ધન છે ગુજરાત, ઇન્ડિયા વાલે, ગુજરાતી નો ક્રેઝ,ગરબા તેમજ વિદ્યાર્થીની બજાણીયા પૂનમ દ્વારા ગીતને પ્રસ્તુત કરવામાં આવ્યું જયારે વૈશાલી રાઠોડે શાળાના શિક્ષણ તેમજ આચાર્યો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા અને શાળાની વિદ્યાર્થીનીઓએ ગરબે ઘૂમી સમગ્ર કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા આ કાર્યક્રમ માં ઉત્સાહ પુર્વક વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જયારે આ કાર્યક્રમમાં વિધાર્થીઓ ના વાલીઓ એ યોગ્ય ભેટ સોગાદ તેમજ યથાશક્તિ ફાળો આપી શાળાનું ગૌરવ વધાર્યું હતુ. ગોચનાદ હાઈસ્કૂલના વિદાય સમારંભની ધોરણ 10ના વિદ્યાર્થીઓ સહિત શાળા હાઈસ્કૂલ ના શિક્ષકગણ દ્ધારા હર્ષો ઉલ્લાસભેર વિદાય આપી હતી
અને છેલ્લે ધોરણ 9 ની વિદ્યાર્થીની દ્ધારા વિદાય ગીત પ્રસ્તુત કરી વિદાય સમારંભને પૂર્ણ વિરામ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમની આભાર વિધી મનુભાઈ જાદવ દ્વારા કરવામાં આવી હતી….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



