પાટણ ધારાસભ્યે દ્વારા ઉજૉ મંત્રી ને પત્ર લખી ખેડૂતો ની મુશ્કેલી દૂર કરવા માંગ કરી
Patan : રાજયના ખેડૂતોને સમયસર અને પુરતો વિજપુરવઠો પુરો પાડવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના ઉજૉ મંત્રી કનુભાઇ દેસાઇ ને પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે પત્ર લખી રજૂઆત કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.
પાટણ ધારાસભ્ય દ્વારા ઉજૉ મંત્રી ને લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લાં 10 દિવસથી રાજયમાં ખેડૂતોને ખેતીના વિજ કનેકશનોમાં સમયસર અને પુરતો વિજ પુરવઠો પુરો પાડવામાં આવતો નથી. ખેડૂતોને પૂરી પાડવામાં આવતી 8 કલાકની વિજળીમાં વારંવાર વિજ કાપ કરવામાં આવે છે. લોર્ડ શેરીંગના નામે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે અને 8 કલાકને બદલે 4-થી 5 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે. જેના લીધે હાલ ખેડૂતોને તૈયાર થયેલ પાકમાં મોટું નુકશાન થાય છે. સાથો સાથ ખેડૂતોની વીજ મોટરોને પણ નુકશાન થાય છે.
સરકાર એક બાજુ દિવસે 10 કલાક વિજળી આપવાની વાત કરતી હતી ત્યારે ખેડૂતોને પુરતી વિજળી ન આપી ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન થઇ રહ્યું છે. જો વીજ શેરીંગના લીધે ઉદ્યોગોને વિજળી પુરતા પ્રમાણમાં મળતી હોય ત્યારે ખેડુતોને અન્યાય કેમ?
ઉપરોકત બાબતને ગંભીરતાથી લઇ પુરતા પ્રમાણમાં અને સમયસર વિજળી મળે તથા વારંવાર વિજ પુરવઠો બંધ ન થાય તે માટે તેઓએ પત્ર માં રજુઆત કરી આ બાબતે વિદ્યુત બોર્ડ અધીકારીઓને સૂચના આપી ખેડૂતોના હિતમાં યોગ્ય કરવાની તેઓએ માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



