પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત પાલિકા સત્તાધીશો ખાસ ઉપસ્થિત રહ્યા
નવીન બોરવેલ નાં લોકાપર્ણ થી વોર્ડ નં 2-3 નાં રહિશોને પુરતાં પ્રમાણમાં પાણી ની સુવિધા ઉપલબ્ધ બની રહેશે

Patan : પાટણ નગરપાલિકાના વોર્ડ નં – 2-3 ના વિસ્તારના લોકો ને પીવાના પાણી માટે પુરતી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે માટે પાલિકા ની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના પારેવા સકૅલ નજીક અંદાજીત રૂ.22 લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવીન બોરબેલ નું સોમવાર ની સાંજે ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ નાં વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવીન બોરવેલ નું લોકાર્પણ કરતા પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસનાં કામો ની સાથે સાથે આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને નગરજનોને પુરતાં પ્રમાણમાં પાણી ની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે નવીન બોરવેલ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના વોડૅ નં.2-3 નાં વિસ્તારના લોકો ને પુરતા પ્રમાણમાં પાણી ની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવાં ઉદ્દેશ થી અંદાજીત રૂ.22 લાખનાં ખર્ચે શહેરના છીડીયા દરવાજા બહાર પારેવા સકૅલ નજીક તૈયાર કરવામાં આવેલ બોરવેલ નાં લોકાપર્ણ થી આ વિસ્તારના લોકો પુરતાં પ્રમાણમાં પાણી ની સુવિધા ઉપલબ્ધ બનશે તેવું તેઓએ જણાવ્યું હતુ.
પાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવીન બરવેલના લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપ પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલ,ભાજપ મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ,આ વિસ્તારના કોર્પોરેટર અને સ્વચ્છતા કમીટીના ચેરમેન ગોપાલ સિંહ રાજપૂત સહિતનાં કોર્પોરેટરો,ભાજપના આગેવાનો કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



