નિમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ રૂપપુર- ચાણસ્મા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે સ્પધૉ યોજાઇ..

Patan : ચાણસ્મામાં કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઊજવણી નિમિત્તે સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના ઉપક્રમે કોરોના અને આપણા સંબંધો, ઓનલાઈન શિક્ષણની
સકારાત્મક અને નકારાત્મક અસરો અને આઝાદીના ૭૫ વર્ષે ભારતીય સંસ્કૃતિમાં બદલાવ જેવા વિષયો પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પધૉમાં નિકિતા બી.ઠાકોર પ્રથમ, જાનકી ડી.રાવળ દ્વિતીય અને જાનકી આર.રાવળ તૃતીય નંબરે વિજેતા થયા.સમગ્ર સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન ગૃહવિજ્ઞાન વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને સર્જનાત્મક ધારાના કન્વીનર ડો.ધરતીબેન ગજ્જરે કર્યું. સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.આર.એન. દેસાઈ, સપ્તધરાના સંયોજક ડો.વીણાબેન રાજ,અધ્યાપકો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.




