વિદ્યાર્થીએ જન્મદિવસ પર વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો
સમીની પ્રેમચંદભાઈ રા. પરમાર ર્હાઇસ્કુલ ખાતે “વિશ્વ વન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સરકાર દ્વારા પ્રસારિત લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
મળતી માહિતી મુજબ ફોરેસ્ટ વિભાગના અધિકારી જુહીબેન ચૌધરી દ્વારા વન સરક્ષણ,વન ઉછેર પર પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે શાળાના આચાર્ય સંજયભાઇ પટેલે વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસ પર એક વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવડાવ્યો હતો.કાર્યક્રમને અંતે વૃૃક્ષરોપણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના અધિકારી બળદેવભાઇ દેસાઇ,શાળાના શિક્ષક સંજયભાઈ ઠાકોર,મહેબુબભાઈ સિપાઈ,અશ્વિનભાઈ કડિયા,વિપુલભાઈ પટેલ, સાહિલકુમાર વીરતિયા,બાલસંગજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા દ્ધારા કરવામાં આવ્યું હતું…..!



