– ઈકો ચાલક ગંભીર રીતે ઘવાયો..
– ઈકો ગાડીનું ડ્રાઈવર સાઈડ નું પાછળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

પાટણ જીલ્લા સહિત શહેરના હાઈવે માર્ગો જાણે લોહીના તરસ્યા થયા હોય તેમ હાઈવે માર્ગો પર અવારનવાર નાના મોટા ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવો જ અેક અકસ્માત પાટણના પાલડી નજીક બનવા પામ્યો છે.

પાટણ ડીસા હાઇવે માર્ગ પર આવેલ પાલડી ગામ નજીક થી પસાર થઈ રહેલ ઈકો ગાડીનું ડ્રાઈવર સાઈડ નું પાછળનું ટાયર અગમ્ય કારણોસર ફાટતાં અકસ્માત સર્જાતા ઈકો નો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત નાં બનાવની જાણવા મળેલ માહિતી મુજબ ડીસા તરફથી શાકભાજી ભરીને આવતી ઈકો ગાડી જી જે ૩૧ એ ૬૩૬૯ નો ચાલક પાટણ નજીક પાલડી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગાડીની ડ્રાઈવર સાઈડ નું ટાયર ફાટતાં ગાડી રોડ પર પલટી મારી જતાં ગાડીનાં ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે આ અકસ્માત નાં પગલે ધટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે અકસ્માત માં ઈકો ગાડીને નુકસાન થયું હતું જોકે આ અકસ્માત ની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ



