PATAN : શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલય ના આચાર્યીના પદ ગ્રહણનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો

PATAN : શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલય માં આચાર્ય તરીકે ડૉ.બળદેવભાઈ દેસાઈ સફળ દસ વર્ષ પુર્ણ કરતા શાળા પરિવાર દ્વારા તેમના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

B D S V


આ પ્રસંગે શાળા પરીવાર વતી હીરાભાઈ પ્રજાપતિ, ડૉ. રાજુભાઈ દેસાઈ, ડૉ.અતુલભાઈ અગ્રવાલ, ભુપેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, પસાભાઈ પટેલ વગેર ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી આચાર્યશ્રીને અભિનંદન આપી તેમના નૈતૃત્વ હેઠળના આગામી સમયમાં પણ તેઓ તેમજ શાળા ખુબ પ્રગતિ કરે તેવી શુભચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે તેમના આચાર્ય તરીકેના કાર્યકાળમાં તેમને શ્રેષ્ઠ આચાર્ય નો એવોર્ડ પણ મળેલ છે તેમજ શાળાએ ખૂબ જ પ્રગતિ કરી એક આગવું નામ અને સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમની આચાર્ય તરીકેની સિધ્ધિઓમાં એન.એસ.સુરમ્ય શાળા, કોલેજ માટેની મંજુરી, સ્માર્ટ ક્લાસ, અટલ લેબ, થેન્ક બેઝ એવોર્ડ, જિલ્લા લઘુમતી શાળા, રમત સંકુલ વગેરેનો સમાવેશ થાય છે.


આ પ્રસંગે પાટણ જૈન મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ માનદ્ મંત્રી, સમિતીના સભ્યશ્રીઓ, ભૂતપુર્વ વિદ્યાર્થીઓના એસોશીએશન, સ્ટાફ ગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી ને શુભચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here