પાટણના પ્રભારી સહિતના આગેવાનો દ્વારા સરકાર દ્વારા કિસાનો માટે કરાયેલા કામો ની માહિતી પ્રદાન કરાઈ
પાટણના પ્રભારી સહિતના આગેવાનો દ્વારા સરકાર દ્વારા કિસાનો માટે કરાયેલા કામો ની માહિતી પ્રદાન કરાઈ.
ભારતીય જનતા પાટીઁ કિસાન મોરચો પાટણ જીલ્લા દ્વારા બુધવારના રોજ સરસ્વતી તાલુકાના સરીયદ મુકામે
નમો કિસાન પંચાયત કાયૅક્રમ નું આયોજન પાટણ પ્રભારી સહિતના આગેવાનો,કાયૅકરો ની ઉપસ્થિત માં આયોજિત કરવામાં આવ્યો હતો.
કિસાન મોરચા પાટણ જીલ્લા દ્રારા આયોજીત આ નમો કિસાન પંચાયત કાયૅક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જીલ્લા પ્રભારી સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર,પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગર પ્રભારી મોહનભાઇ પટેલ સહિતના આગેવાનો દ્વારા ઉપસ્થિત કિસાનોને સરકાર દ્વારા કિસાનો માટે કરાયેલા કામો થી વાકેફ કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
સરસ્વતી તાલુકા ના સરિયદ ખાતે યોજવામા આવેલ નમો કિસાન પંચાયતના કાયૅક્રમને સફળ બનાવવા પાટણ જિલ્લા કિસાન મોરચા નાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો,કાયૅકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.




