ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયું.

પાટણ જીલ્લા નિવાસી કલેક્ટરને આવેદન પત્ર અપાયું પાટણ જીલ્લાના ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈ આવેદન પત્ર અપાયું

પાટણ જીલ્લાના ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈ આવેદન પત્ર અપાયું

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્ધારા પાટણ જીલ્લાના ખેડૂતોના પ્રશ્નોને લઈને આજે પાટણ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપી ખેડુતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી.

જયારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્ધારા જાણવા મળતી માહિતી અનુસાર પાટણ જીલ્લાના ખેડુતો અનેક પ્રશ્નો બાબતે હેરાન પરેશાન છે ત્યારે સરકાર માત્ર ખેડુતલક્ષી અને સંવેદનશીલ હોવાના દાવા કરે છે સરકાર અસંવેદનશીલ હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે ખેડૂતોલક્ષી જાહેરાતો કરાય છે પરંતુ તે જાહેરાતોની અમલવારી કેટલે અંશે થાય છે તેવો પાટણ જીલ્લાના ખેડૂતો અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારોમાં અેક પ્રશ્ન ઉઠવા પામ્યો છે પાટણ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ પાટણ જીલ્લાના ખેડુતોના પ્રશ્નો બાબતે આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અેકઠા થયા હતા અને નિવાસી કલેક્ટરને આવેદન પત્ર અપી ખેડુતોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આવેદન પત્ર આપી મૌખિક રજુઆત પણ કરવામાં આવી હતી જયારે નિવાસી કલેક્ટર દ્ધારા પણ પાટણ જીલ્લા ના ખેડૂતોના પ્રશ્નો નું ઝડપી નિરાકરણ લાવવાની ખાત્રી અપાઈ હતી…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here