ઉદાર દાનવીર દાતા – જહુમાતાના પરમ ઉપાસક હતા
મૂળ બાલીસણાના વતની અમેરીકા સ્થિત પટેલ બ્રધર્સવાળા ” હર્ષદભાઈ નટવરલાલ પટેલનું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ અમેરિકા ખાતે દુઃખદ અવસાન થયું છે . હર્ષદભાઇ પટેલ પાટણ નજીક ધાયણોજ ગામે આવેલ જહુમાતા મંદિરના પરમ ઉપાસક હતા . તેઓ ઉદાર , દાનવીર દાતા પણ હતા . પાટણની સેવાકીય સંસ્થાઓ દ્વારા હર્ષદભાઇને શ્રધ્ધાંજલી અર્પવાનો કાર્યક્રમ તા . ૧૩ મીના રોજ ‘ રામરહીમ ભવન ’ ખાતે યોજવામાં આવેલ હતો . હર્ષદભાઇ સાથે ખૂબ નજીકથી સંકળાયેલ અને પાટણની અનેક સેવાકીય સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં દાન આપવા પ્રેરીત કરનાર યતિનભાઈ ગાંધીએ હર્ષદભાઇ પટેલનો પરીચય કરાવી , હર્ષદભાઇ પાટણ શહેર અને વિસ્તારમાં કોઇપણ નામની અપેક્ષા વગર ખૂબ જ ઉદાર આર્થિક સહીયોગ આપતા રહેલ હોવાનું જણાવેલ . અમેરીકામાં પટેલ બ્રધર્સ નામનું ખૂબ જ પ્રતિષ્ઠિત મોટું નામ ધરાવતી સંસ્થા / પેઢી સાથે સંકળાયેલ હર્ષદભાઇને તેમણે ખૂબ જ વિનમ્ર ઉદાર દાનવીર નિરઅભિમાની ગણાવેલ . આ શ્રધ્ધાંજલી કાર્યક્રમનું સંચાલન કરતા હર્ષદભાઇ ખમારે અમેરીકામાં ‘ પટેલ બ્રધર્સ ’ ૫૬ જેટલા ખૂબ મોટા સ્ટોર્સ ધરાવતું ખૂબ જ પ્રતિષ્ઠીત નામ હોવાનું જણાવી , તેઓ આપણા પાટણ નજીક બાલીસણાના વતની હતા તે આપણા માટે મોટું ગૌરવ ગણાવેલ તેમના અવસાનથી પાટણ-બાલીસણા સહિત પંથકને મોટી ખોટ પડી હોવાનું જણાવેલ . આ શ્રધ્ધાંજલી સભામાં હેમંતભાઇ તન્ના , ગીરીશભાઇ પટેલ , દિલીપભાઇ સુખડીયા , કિશોરભાઇ મહેશ્વરી , વિક્રમભાઇ ભાવસાર , મહાસુખલાલ મોદી , ફારુક મનસુરી , મૌલિક સુખડીયા , આસુતોષ પાઠક , એક્ટીવ પ્રમુખ કૃષ્ણકાંત મોદી વિગેરેએ પણ હર્ષદભાઇ સાથેના સંસ્મરણો વાગોળીને તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ .



