ભારતીય જનતા યુવા મોરચા પાટણ દ્વારા શુક્રવારના રોજ સાંજે બગવાડા દરવાજા ખાતે
કાશ્મીરી પંડિતો પર થયેલ હિંસા ને ઉજાગર કરતી ફિલ્મ ધી કશ્મીર ફાઈલસ ફિલ્મ ને કરમુક્ત કરવાના ગુજરાત સરકાર ના ઉમદા નિર્ણય ની મજાક ઉડાવનાર કેજરીવાલ વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણ જીલ્લા, શહેરના પદાધિકારીઓ, પ્રદેશ,જીલ્લા,શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો,પ્રભારીઓ, નગર સેવકો અને કાર્યકર્તાઓ સાથે
યુવા મોરચા પ્રમુખ ગૌરવ પ્રજાપતિ,મહામંત્રી પાર્થ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



