રૂપિયા 19.50 કરોડના ખર્ચે રોડ-રસ્તા સહિતના કામો હાથ ધરાશે
સામન્ય સભામાં રૂ.1126.19 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું

પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકના પ્રારંભ પૂર્વે પ્રથમવાર વંદે માતરમ્ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભાની બેઠકમાં ગતસભાની પ્રશ્નોત્તરીની કાર્યવાહીની બહાલી મુદ્દે વિપક્ષના સભ્ય અશ્વિન પટેલે ઉગ્ર રજૂઆતો કરી હતી. બહાલીની ઉગ્ર રજૂઆતને લઇ થોડા સમય માટે સભા સ્તબ્ધ થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા દ્વારા પંચાયતના વિવિધ સભ્યોના તાલુકાના પ્રશ્નોત્તરીને વંચાણે લઈ તેમની સમસ્યાઓને સાંભળવામાં આવી હતી.
કેટલાક મુદ્દાઓને લઈ વિપક્ષના સભ્યોએ શિક્ષણ તેમજ આરોગ્યમાં થતી ગેરરીતિઓ અંગે કેટલાક આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ આ બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2022- 23 નું કુલ રૂ. 1126.19 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્વભંડોળ અને આવક-જાવકને બાદ કરતા જિલ્લા પંચાયતનું રૂ .231.55 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી બેન મકવાણા એ આ બજેટમાં જીલ્લાના વિકાસના ક્ષેત્રે તમામ કામોને આવરી લઈ આંતરીયાળ ગામડા સુધી વિકાસના ફળ પહોંચાડી શકાય તેવા કામોની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં પશુપાલન-સમાજ કલ્યાણ, પ્રાથમિક શિક્ષણ, કૃષિ અને સિંચાઈ તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ માટે રૂા.1126 કરોડની જોગવાઈનું તથા 231.55 કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ બજેટમાં જુદી જુદી ગ્રામ પંચાયતોમાં રૂ.19.50 કરોડના ખર્ચે રોડરસ્તા અને પીવાના પાણી તેમજ વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહિલા બાળકોના ઉત્થાન માટે રૂા.10લાખના ખર્ચે 150 આંગણવાડીના બાળકોને ભોજન માટે વાસ, 500 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતનું રજુ કરાયેલ બજેટ આકડાકીય માયા જાળ વાળું હોવાનું વિપક્ષના સભ્ય અશ્વિન પટેલે જણાવ્યું છે. અશ્વિન પટેલ વધુ માં જણાવ્યું હતું કે બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવાનો સૂચના આપતા એક પણ સભ્યોએ કે અધિકારી ચર્ચા પણ નથી કરી અને બોગસ ડોક્ટરો ને પકડાવની વાત એક પણ સભ્ય કે અધિકારીએ ધ્યાને લીધી નહીંમારી દ્રષ્ટિ એ આવા બોગસ ડોક્ટરો સામે સખત ની કાર્યવાહી થવી જોઈએ અને ધારાધોરણ મુજબ ફરિયાદ કરવી જોઈએ,સીલ કરવા જોઈએ આ બેઠકમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ અને પાટણ જીલ્લા પંચાયતના તમામ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જયારે
1 -આગામી વર્ષ માં 130 કરોડ ના ખર્ચે કુલ 80 નવા રોડ ની કામગીરી નું આયોજન2 -19.50 કરોડના ખર્ચે સી.સી. રોડ રસ્તા, પેવર બ્લોક સી.સી.ટી.વી. કેમેરા, પીવાના પાણી માટે RO, ગ્રામપંચાયતનાં વિજળીકરણ માટે એલ.ઈ.ડી. લાઈટો તેમજ કોમ્યુનિટી હોલ વગેરે જેવા વિકાસના કામો3 -પાટણ જિલ્લાની 19 પ્રાથમિક શાળાઓમાં રૂ.200 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ ક્લાસ4 મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે જિલ્લામાં રૂ 10.00 લાખના ખર્ચે જુદી જુદી આંગણવાડી માં બાળકોને ભોજન માટે વાસણ પીવાના પાણીની સ્ટીલની પવાલી આયર્નની ખામી ન રહે તે માટે સુખડી બનાવવા લોખંડની કઢાઈ આપવાની જોગવાઈ કરેલ છે.5 -જિલ્લાની જુદી જુદી 12 ગ્રામ પંચાયતોમાં રૂ.1 50 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દિવાલની કામગીરી 6 – જિલ્લા પંચાયત પાટણની મોબાઈલ એપ્લિકેશન માટે રૂ.1.00 લાખ તથા રૂ. 5.00 લાખના ખર્ચે જિલ્લા પંચાયતના સદસ્યઓને મોબાઈલ ટેબ્લેટ આપવાની જોગવાઈ 7 – ખેતી ક્ષેત્રે રૂ.6 લાખ, જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ.72 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 21.20 કરોડ, પશુપાલન ક્ષેત્રે રૂ.5.00 લાખ તેમજ
આરોગ્ય ક્ષેત્રે રૂ 199 લાખની જોગવાઈ કરવામાં આવી હોય તેવુ જાણવા મળી રહ્યું છે…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



