12 મહિના બાદ પરિવારના મોભી સહુ સલામત મળી આવતાં પરિવારનાં સભ્યોમાં હર્ષની અશ્રુધારા વહી
Patan : પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પાટણ જીલ્લામાં ગુમ થયેલી વ્યકિતઓ-બાળકોને શોધી કાઢવા તેમજ વાલી વારસો સાથે મેળાપ કરાવી તેઓનું કુટુબમાં પુનઃસ્થાપન કરાવવા જીલ્લાના તમામ પોલીસ મથકોને સુચના આપવામાં આવી હોય જે અંતગર્ત સરસ્વતી તાલુકા P. I. સહિતના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતગર્ત છેલ્લા 12 માસથી ગુમ થયેલા અસ્થિર મગજના વ્યકિતને પરીવાર સાથે મીલાપ કરાવ્યો હતો.
ગતરોજ પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન રોડની સાઇડ ઉપર એક ભીક્ષુક જેવા વ્યકિત મળી આવેલ જેની પુછપરછ દરમ્યાન તેની માનસિક સ્થિતિ સારી ના હોઈ જે પોતાનું નામ નરપત રાઠવા રહે. સાટુનવાળો હોવાનું રટણ કરતો હોઇ જેથી ઇ-ગુજકોપ તેમજ ગુજરાત પોલીસ વેબ દ્રારા ગામ સર્ચ કરી તેના પરીવારના સભ્યોનો સંપર્ક કરી તેઓને હેર કટીંગ કરાવી સારા કપડા પહેરાવી તેના દિકરા સુનીલભાઇ રાઠવા આવતાં તેઓની પુછપરછ કરી હતી.
તમામ પાસા તપાસીને સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા માનસિક બિમારીને કારણે વિખુટા પડેલા નરપતભાઇ દલપતભાઇ રાઠવાને બારેક માસ બાદ તેના પરીવાર સાથે મેળાપ કરાવી કુટુંબમાં તેમનું પુનઃસ્થાપન કરાવી સરસ્વતી તાલુકા પીઆઈ રાકેશભાઈ જી.ઉનાગર સહિતના પોલીસ સ્ટાફ ની કામગીરી પ્રશંસનીય બની રહી છે….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ



