વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 2022ની પ્રથમ રવિસભા – ધર્મ સભા મળી હતી
VADODARA : વાડી સ્વામિનારાયણ મંદિરની રવિસભા – ધર્મ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ જ્ઞાનરૂપી પ્રસાદી લીધી હતી.

પ પૂ.કોઠારી શ્રી ઘનશ્યામસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે મંદિર સ્થાપનાના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે આગામી સમયમાં 60 થી વધુ રવિસભાઓનું આયોજન થશે.
પૂ. શ્રી રઘુનંદન સ્વામીજીએ મંદિરનો ઇતિહાસ કહ્યા બાદ શાસ્ત્રીજી ગુણસાગરદાસજીએ સભા સંચાલન કર્યું હતું.
કાર્યક્રમમાં પૂજ્ય કે.કે શાસ્ત્રી સ્વામીજીએ આશીર્વચન આપ્યા હતા.
કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઈ ભગત , ભર્દ્રાયું દવે, જયેશ શાહ, ચિરાગ પટેલ, સહિતના સ્વયંસેવક હરિભક્તોએ કર્યું હતું.
મનીષ જોષી “મૌન” દ્વારા



