એમ.કે.યુનિવર્સિટી ખાતે 79 માં સ્વાતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઈ..

પ્રમુખ મુકેશભાઈ પટેલે દેશ દુલારા તિરંગાને લહેરાવી સલામી આપી…

રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવીએ : મુકેશભાઈ પટેલ…

પાટણ તા. ૧૫
શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર એમ.કે.શૈક્ષણિક સંકુલ ખાતેના એમ.કે.યુનિવર્સિટીમાં 15 મી ઓગસ્ટ 79 મા સ્વાતંત્ર પર્વની રાષ્ટ્ર ભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એમ કે શૈક્ષણિક સંકુલના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા દેશ દુલારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી.
એમ કે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત 15 મી ઓગસ્ટના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ મુકેશભાઈ પટેલે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અભ્યાનને ચરિતાર્થ કરવા અપીલ કરી 79 મા સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં એમ.કે. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ દેશભકિત ને અનુરૂપ સાસ્કૃતિક કાર્યક્રમ યોજી સ્વતંત્રતા પર્વની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
આ પ્રસંગે એમ.કે.યુનિ.ના પ્રોવોસ્ટ ડો.સુલતાનસિહ,રજીસ્ટાર ડો.કુલદીપસિંહ,ડાયરેકટર દેશરાજ યાદવ, વિવિધ વિભાગો ના પ્રિન્સિપાલ અને સ્ટાફ પરિવાર સાથે વિધાર્થીઓ- વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here