સીટી ‘બી’ ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં બનેલ ચોરીના બનાવને ગણતરીના કલાકો માં ઉકેલી રાજુલાની દેવીપુજક ગેંગને રૂ.૩, ૨૧,૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી …

પાટણ તા.૨૩
ઓટો રિક્ષા માં પેસેન્જરો ને બેસાડી તેમના દર -દાગીના અને રોકડ ચોરી કરતી રાજુલાની દેવીપુજક ગેંગને રૂ.૩૨૧૮૬૦ ના મુદ્દામાલ સાથે પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા બનાવો ના ભેદ ઉકેલવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરી માં હતા દરમ્યાન ખાનગી રહે બાતમી મળેલ કે, પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી નજર ચૂકવી તેમના થેલામાં રહેલ સોનાની મગમાળા ની ચોરી કર્યા અંગેનો બનાવ બનવા પામેલ હોઇ જેથી આ કામના ફરિયાદીને સાથે રાખી નેત્રમ ઓફીસ ખાતે સીસીટીવી. કેમેરા ચેક કરતાં રિક્ષા નંબર-GJ27U9260 ની શંકાસ્પદ જણાયેલ જે આધારે સ્ટાફ દ્વારા બાતમી મેળવી સદરી રિક્ષા સાથે બે પુરૂષ તથા એક મહિલાને હારીજ મુકામે થી પકડી પાડી એલ.સી.બી કચેરી લાવી ખંતપુર્વક પુછપરછ કરતા ત્રણેય સાથે મળી નાયતા ગામ પાસેથી એક દંપતીને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી તેમના થેલામાં રહેલ સોનાની મગમાળાની ચોરી કરેલાની કબુલાત કરતા હોઇ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુન્હા ના કામે વપરાયેલ વાહન મળી કુલ રૂ.૩,૨૧,૮૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલ આરોપીઓમાં કનુભાઇ ભીખાભાઇ સોલંકી(દેવીપુજક), મહેશભાઇ દડુભાઇ સોલંકી (દેવીપુજક) અને શાંતુબેન ઉર્ફે કાંતુબેન શંકરભાઇ રણછોડભાઈ સોલંકી (દેવીપુજક) ત્રણેય રહે. રાજુલા તત્વજ્યોતિ પાસે તા.રાજુલા જી.અમરેલી હોવાનું જાણવા મળ્યું છે તેઓની પાસેથી પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમા સોનાની મગમાળા વજન ૨૪.૭૩ ગ્રામ કિં.રૂ.૨,૦૭,૩૬૦, રોકડ રૂ.૯૦૦૦, મોબાઇલ નં.ગ-૦૨ કિં.રૂ.૫૫૦૦,સી.એન.જી. રિક્ષા નંબર- GJ-27-U-9260 કિં.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૩,૨૧,૮૬૦ નો કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




