પાટણ તા.૨૬
ગંગા સ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય)માટે હયાતી ની ખરાઈ કરવાની કામગીરી હાલમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી છે.
ત્યારે પાટણ શહેરમાં આ કામગીરી મામલતદાર કચેરી ના પ્રથમ માળે ચાલી રહી હોવાથી દરેક ગંગા સ્વરૂપ ( વિધવા)ઓને પોતાની હયાતી બાબતેની ખરાઈ તા.૩૦ જુન સુધીમાં પાટણ મામલતદાર કચેરીમા તેમની બેન્ક અથવા પોસ્ટ જે પણ વિભાગમાં વિધવા સહાય ની રકમ જમા થતી હોય તેની પાસ બુક,પોતાનું આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો ઓફિસ સમય દરમિયાન રૂબરૂ માં જઈ જમા કરાવવા કચેરીના સુત્રોએ જણાવ્યું છે.




