સમી તાલુકા ના જલાલાબાદ ખાતે બજાણીયા સમાજ સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા વિચરતી જાતિ ના બજાણીયા સમાજ ના બાળકો નો છઠ્ઠો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતા ની મદદ થી વિચરતી જાતિ પૈકી બજાણીયા સમાજ ના તેજસ્વી તારલા ધોરણ 9થી 12 ના 1થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને શિલ્ડ, પ્રમાણપત્ર .સ્કૂલબેગ. ચોપડા. પેન .પેન્સિલ. બોટલ .આપી ને સન્માન કરવા માં આવ્યું અને બજાણિયા સમાજ ના ધોરણ 1 થી 12 ભણતા સમાજ ના તમામ બાળકો ને પણ ચોપડા, પેન, બાટલો.આપીને સન્માન કરવા માં આવ્યું હતુ
સાથે બજાણીયા સમાજ નું ગૌરવ એવા એમ એમ બી બી એસ ની ડીગ્રી મેળવી નો ડો. બનેલા અલ્પેશભાઈ સોમાભાઈ બજાણીયા નું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુંહતું



બજાણીયા સમાજ સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ ના સભ્ય એવા શિક્ષણ સેવા વર્ગ ના કલાસ 2 અધિકારી સોમાભાઈ બજાણીયા રાધનપુર , શિક્ષક શ્રી શંકરભાઇ બજાણીયા ગોચનાદ ,
વી.એસ.એસ.એમ. (vssm ) ના કાર્યકર મોહનભાઈ બજાણીયા હારીજ , ગોવાભાઈ બજાણીયા દેવ, ઈશ્વરભાઈ બજાણીયા કમાલપુર, કનુભાઈ બજાણીયા પંચાસર,vssm ના કાર્યકર શંકરભાઇ બજાણીયા તાતીયાણા, હરેશભાઈ કોલીવાડા, ખોડાભાઈ ઝંડાળા
બજાણીયા સમાજ ના આગેવાનો હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આવેલ દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો
ઇનામ મળતા ની સાથેજ બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતી




