જસલપુર ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નાં ગાદીપતિ તરીકે મહંત શ્રી ૧૦૦૮ પૂ.મહેન્દ્ર ભારથીજી વિધિ કરવામાં આવી.

પાટણ તા.૨૧
પવિત્ર પાટણ પંથકની ધરા પર આવેલ ચાણસ્માના
જસલપુર ગામે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે સમસ્ત જસલપુરના ગ્રામજનો અને ધર્મ પ્રેમી ભક્તો દ્વારા સંખારી ગામના ગોસ્વામી પરિવાર ના દીકરાને પંચ ગુરુ ધારણા વિધિ વિધાન કરાવી શ્રી હરદેવભારથીજી ના સમાધી શિષ્ય બનાવી મહંત તરીકે તેઓને ગાદી સોપવાનો ધાર્મિક ઉત્સવ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો.
ચાણસ્માના જસલપુર ગામે આશરે ૪૦ વર્ષથી સુની પડેલી આ ધાર્મિક જગ્યાએ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી ૧૦૦૮ સ્વામી મહેન્દ્રભારથી ગુરુ શ્રી હરદેવભારથીજી ને મહંત પદે બિરાજમાન કરાતા મહંત શ્રી ૧૦૦૮ હરચંદભારથીજીની આ જીવંત સમાધિ કે જેવો કરલી સ્ટેટના રાજગુરુ સાથે રાજા ભીમસિંહ સોલંકી ના ગુરુ પણ હતા તેવા ગુરુજી ની પાવન ધરા માં સંખારી ગામના ગોસ્વામી પરિવાર ના આ દીકરાને પંચ ગુરુ ધારણા વિધિ વિધાન સાથે ગાદીપતી બનાવતાં સૌ ભક્તોએ શ્રી હરદેવભારથીજી ના સમાધી શિષ્ય તરીકે મહંત ને સ્વિકારી સનાતન ધર્મના જય જય કાર વચ્ચે વાતાવરણ ને પવિત્ર બનાવ્યું હતું.
આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે જસલપુર અખાડા ના બારોટજી રાજેશભાઈ જગદીશભાઈ સહિતના સંતો – મહંતો અને સેવક ગણે ઉપસ્થિત પ્રસંગ ને દિપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here