રખડતાં ઢોરો દબાણો પ્રત્યે ચીફ ઓફિસરની ચુપકીદી બાંધકામમાં સક્રિય

બનાસકાંઠા જિલ્લાના નવરચિત મહિસાગર ઓગડ તાલુકા મુખ્ય મથક થરા નગર પાલિકા વિસ્તાર માં રખડતા ઢોરનો કહેર યથાવત છે. થરા તાણા રોડ પર પાલીકા વિસ્તારોની શાંતિનગર સોસાયટી પાસે ગોકુળ નગરની એક મહિલા પોતાના બાળકને તેડીને જઈ રહી હતી, ત્યારે અચાનક એક આખલાએ મહિલા અને બાળકને હવામાં ઉછાળ્યા હતા. હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતા ૪ ટાંકા આવ્યા છે,જ્યારે સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તંત્ર પાસે રખડતા ઢોરને સત્વરે પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે
થરા ચીફ ઓફિસર દબાણો ટ્રાફિક હટાવવા બાબતે માથેથી ખભે જ્યારે બાંધકામમાં બાથોડા ભરતા હોવાની લોકોની બુમરાડ સાંભળવા મળે છે.થરા નગર પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ભૂરાટા થયેલા આખલાએ શિંગડે લેતા મહિલાએ તેડેલું બાળક હવામાં ફંગોળાયું તો મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ચાર ટાંકા આવ્યાઃ ઘટનાનો વીડિયો વાયરલ




