થરા નગરપાલિકા પ્રમુખ અશ્વિનીબેન ઠક્કર ઉપપ્રમુખ જશીબેન પટેલની સર્વાનુમતે વરણી

ઓગડ તાલુકાની રચના બાદ થરા તાલુકા મથક બન્યું જે બાદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી કચેરી ભાભર રોડ સીટી પોઇન્ટ શોપિંગ સેન્ટરમાં શરૂ થઈ છે. ગત મહિને યોજાયેલ થરા નગરપાલિકાની ચૂંટણીમાં છ વોર્ડના ૨૪ સભ્યોમાં ભાજપના ૧૯ સભ્યો અને કોંગ્રેસના પાંચ સભ્યો પરિણામમાં વિજેતા થયેલ ત્યારબાદ આજે કલેક્ટર, બનાસકાંઠાના આદેશ મુજબ પ્રાંત અધિકારી-ડીસાના અધ્યક્ષ સ્થાને થરા પાલિકા મિટિંગ હોલમાં પ્રમુખ, ઉપપ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કરેલ મેન્ડેડ મુજબ પ્રમુખ તરીકે વોર્ડ નં. ૪ માંથી વિજેતા બનેલા અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કર
જયારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. ૧ માંથી વિજેતા બનેલા જશીબેન સેમાભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી હતી આ સાથે મેન્ડેડમાં કારોબારી ચેરમેન ધવલકુમાર મંગળદાસ ઝવેરી
શાસક પક્ષના નેતા વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા અને દંડક તરીકે વિજયકુમાર પરબતજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. થરા નગર પાલિકામાં માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી અને થરા પાલિકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન કિરીટભાઈ અખાણીની પુત્રી ડૉ.અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કર પ્રમુખ પદે બેસતા થરા પાલિકામાં માતા પછી પુત્રી પ્રમુખ બની એક ઇતિહાસ બન્યો છે. થરા નગર પાલિકાને શિક્ષિત મહિલા પ્રમુખ મળતાં લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે થરા નગરમાં રખતા ઢોર ગાયો આખલાનો ત્રાસ અને માર્કેટ યાર્ડ ગરનાળા, બસ સ્ટેન્ડ, ઓગડ હાઈસ્કૂલ કોલેજ રોડનો ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાશે..અઢી વર્ષ માટે મહિલા શાસન કરશે ત્યારે નગરજનોને શું મળશે તે સમય જ બતાવશે બાકી તો શાસન પતિદેવો જ કરે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here