બાળવય એટલે રમત-ગમત અને મોજમસ્તીનો સમય, પરંતુ ધર્મનગરી થરા ના ૯ વર્ષીય બાળ સાધક દેવ સંજયભાઈ શાહે આ ઉંમરે તપ, સંયમ અને સાધનાને જીવનનો ભાગ બનાવી સમગ્ર સમાજ સામે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મૂળ થરા, જિ. બનાસકાંઠા નિવાસી અને જૈન સંસ્કારમાં ઉછરેલા દેવ શાહે નાની વયે અનેક કઠિન ધાર્મિક આરાધનાઓ ભાવપૂર્વક પૂર્ણ કરી છે.
તેમની મુખ્ય આરાધનાઓ :
-અઠ્ઠાઈ તપ:એક વખત સળંગ ૮ ઉપવાસની આકરી તપસ્યા
-૩૬૫ દિવસ સામાયિકની આરાધના:* રોજિંદા જીવનમાં આત્મચિંતન અને સમતાની અનોખી સાધના
-પાલીતાણાની ૯૯ યાત્રા અને છગાઉની ચોવીહાર છઠ્ઠ સાથે પાલીતાણા યાત્રા*
-થરા શ્રી શાંતિનાથ દેરાસરથી પાવાપુરીની ૧૦૮ યાત્રા
-૧૦૮ મણિભદ્ર વીર દાદાની ચાલીસા*
-પાંચ આયંબિલ તપ, ચૈત્રી પૂનમ નિમિત્તે પાંચ ઉપવાસ, પૌષધવ્રત, ચોમાસામાં ૫૫ બેસણા અને ૫૫ ચોવિહાર
દેવ નિત્ય સવારે પરમાત્મા પૂજા, નિયમિત પાઠશાળામાં જ્ઞાનસાધના અને પર્વતિથિઓએ વિશેષ આરાધના કરે છે. માતા-પિતાને પગે લાગી આશીર્વાદ લેવાનો સંસ્કાર પણ તેઓ નિષ્ઠાપૂર્વક જાળવે છે.
તેમની ધર્મઆરાધના માત્ર દેરાસર પૂરતી સીમિત નથી. જીવદયા, જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અને માનવસેવાના કાર્યોમાં પણ તેઓ ઉત્સાહથી જોડાય છે. શૈક્ષણિક અને અન્ય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેમણે ધર્મની સાથે જ્ઞાન અને પ્રતિભાનો સમન્વય પણ સાધ્યો છે.
દેવને આ સંસ્કાર વારસો માતા મિત્તલબેન શાહ અને પિતા સંજયભાઈ શાહ, દાદા કિરીટભાઈ અને દાદી ઉષાબેન તરફથી મળ્યોછે ભાઈ જેનિલ અને જીત તેમના તપમાં સાથી બની પ્રોત્સાહન આપે છે. તેમની ધર્મભાવનામાં પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સા.નું માર્ગદર્શન વિશેષ પ્રેરણારૂપ રહ્યું છે.
જૈન ધર્મમાં તપ એ માત્ર અન્ન- જળ નો ત્યાગ નથી,પણ મન,વચન,કાયા ને સંયમિત કરી આત્મ શુદ્ધિ તરફ લઈ જવાની સાધના છે. ત્યારે ૯ વર્ષની કુમળી વયે દેવમાં જાગેલો સંયમ અને આત્મશિસ્તનો ભાવ અન્ય બાળકો અને પરિવારો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.
પરિવારના સંસ્કાર, ગુરુ ભગવંતોના આશીર્વાદ અને પોતાની અતૂટ શ્રદ્ધાથી ધર્મમાર્ગે આગળ વધી રહેલા બાળ સાધક દેવ શાહનું જીવન ભવિષ્યમાં કરુણા, જ્ઞાન અને માનવતાથી ઉજ્જવળ બને તેવી મંગલકામના.
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA થરા નગરમાં નાની વયે તપ-ધર્મની અદભુત આરાધના:નવ વર્ષીય દેવ સંજયભાઈ શાહે રચ્યું...




