સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડો. મનોજ ગોરકેલા સાથે ‘ઉડાન’ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અરુણકુમાર સાધુ અને સિદ્ધાર્થ કોલેજના પ્રિન્સિપાલ અશોક સુનતકરીની સૌજન્ય મુલાકાત​

નવી દિલ્હી:
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિષ્ઠિત, અનુભવી અને પ્રભાવશાળી વરિષ્ઠ એડવોકેટ ડો. મનોજ ગોરકેલા સાથે ‘ઉડાન’ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અરુણકુમાર સાધુ તેમજ મુંબઈની ઐતિહાસિક સિદ્ધાર્થ કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશોક સુનતકરીએ ખાસ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ડો. મનોજ ગોરકેલાએ સર્વોચ્ચ અદાલતની વિવિધ કાર્યપ્રણાલીઓની સાથે સુપ્રીમ કોર્ટ ભવનના ગૌરવશાળી અને ઐતિહાસિક વારસા અંગે ઊંડાણપૂર્વક મુદ્દાસર સમજણ આપી હતી. સાથોસાથ, તેમણે અદાલતના પ્રાંગણમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી દ્વારા સ્થાપિત બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના દર્શન પણ કરાવ્યા હતા.​ઉલ્લેખનીય છે કે, ડો. મનોજ ગોરકેલા (BSLS, LLB, LLD Hon.) સુપ્રીમ કોર્ટમાં ૨૩ વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતા દેશના અગ્રણી ધારાશાસ્ત્રી છે. તેઓ ભારત સરકારના CGPAC તરીકે તેમજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારના સ્પેશિયલ કાઉન્સિલ (Special Counsel) તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઉત્તરાખંડ રાજ્યના પૂર્વ ડેપ્યુટી એડવોકેટ જનરલ અને ચંદીગઢના પૂર્વ સ્ટેન્ડિંગ કાઉન્સિલ પણ રહી ચૂક્યા છે.​દિલ્હીમાં ‘ગોરકેલા લો ઓફિસીસ’ ચલાવતા ડો. ગોરકેલા બંધારણીય, ફોજદારી, સિવિલ અને સ્પેશિયલ લીવ પિટિશન (SLP) જેવા જટિલ કેસોમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે SC/ST એક્ટ રિવ્યુ પિટિશન તથા ‘લક્ષ્મણ વિરુદ્ધ સ્ટેટ ઓફ NCT દિલ્હી’ જેવા અનેક ઐતિહાસિક કેસોમાં પ્રતિનિધિત્વ કર્યું છે. એક કાયદાકીય નિષ્ણાત ઉપરાંત વિઝિટિંગ પ્રોફેસર અને મોટિવેશનલ સ્પીકર તરીકે સક્રિય ડો. ગોરકેલા અત્યંત સંવેદનશીલ અને જરૂરિયાતમંદ વર્ગોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. તેમની ન્યાયિક પકડ અને ઉમદા અભિગમને કારણે દેશભરમાંથી લોકો જટિલ કાનૂની બાબતોમાં ન્યાય મેળવવા તેમની પાસે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here