નાવમાં કેરી મનોરથ : પાટણમાં બાલ કૃષ્ણ લાલજી યાને માનજી મહારાજ હવેલીમાં જ્યેષ્ઠાભિશેક સ્નાન યાત્રા ઉત્સવ નિમિત્તે નાવમાં કેરી મનોરથ થયો…

પુષ્ટિમાર્ગમાં જેઠ સુદ પુનમ ના દિવસે જયેષ્ઠાનક્ષત્ર માં સ્નાન યાત્રા નો ઉત્સવ આવે છે .આ વેદોક્ત ઉત્સવ છે અને શંખથી ઠાકોરજીને સ્નાન કરાવાય છે .શ્રી નંદરાયજી પોતાના પુત્ર શ્રી કૃષ્ણનો રાજ્યાભિષેક કરે છે અને વ્રજભક્તો જોવા આવે છે .પ્રભુ એ વ્રજભક્તો સાથે જલ ક્રીડા તથા નાવ ખેલન લીલા કરી છે .
નંદબાવા એ કુળગુરુ ગર્ગાચાર્યજીને બોલાવ્યા , રાજ્યાભિષેક નું મુહુર્ત કઢાવ્યું. જેઠ સુદ પુનમ નું સુંદર મુહુર્ત આવ્યું . નંદબાવા એ બધા વ્રજવાસીઓ ને આમંત્રણ આપ્યું .રાજ્યાભિષેક માટે બધી જ પવિત્ર નદીઓ ના જલ મગાવ્યા. જેઠ સુદ પૂનમે સૂર્યોદય પહેલા પ્રભુ ને સફેદ ધોતી ઉપરણા પહેરાવી સિંહાસન ઉપર પધરાવ્યા .ગર્ગાચાર્યાજી એ પવિત્ર નદીઓ ના જલ થી અભિષેક કરાવ્યા. ઋષિ મુનીઓ એ પુરુષ સુક્ત ના મંત્રોચ્ચાર કર્યા .

આ અભિષેક જયેષ્ઠા નક્ષત્રમાં થયો હોવાથી તે જયેષ્ઠાભીષેક કહેવાયો .વ્રજ વાસીઓ ને ઘણો જ આનંદ થયો .કા કે નંદકુમાર હવે વ્રજરાજ બન્યા .તેઓએ નજરાણા માં ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુ ને અંગીકાર કરાવી .
આ નિમિત્તે દરેક વર્ષે હવેલીઓમાં અનેક વિવિધ મનોરથો થતા હોય છે અને એ મનોરથના દર્શનનો લાભ વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં લેતા હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here