નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી પાટણ બ્રાન્ચના વિકાસ માટે પુણેથી ઉચ્ચ અધિકારીઓની મુલાકાત

પાટણ:
નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી પાટણ બ્રાન્ચ છેલ્લા 13 વર્ષથી પાટણ શહેરમાં સફળતાપૂર્વક સેવાઓ આપી રહી છે. બ્રાન્ચની આગામી પ્રગતિ અને વિકાસ માટે સુચારુ આયોજન અને માર્ગદર્શન મેળવવા માટે નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી, પુણેથી સંસ્થાના ઉચ્ચ અધિકારી રામચંદ્ર કુલકર્ણી સાહેબ ગુજરાતની છ બ્રાન્ચોની મુલાકાત માટે આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના નેશનલ ડાયરેક્ટર શ્રી હિરેનભાઈ શાહ અને સંસ્થાના માનનીય મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામચંદ્ર કુલકર્ણી સાહેબે પાટણ બ્રાન્ચના સંચાલકો અને કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મુલાકાત દરમિયાન, શ્રી રામચંદ્ર કુલકર્ણી સાહેબે સંસ્થાના વિકાસ અને વૃદ્ધિ માટેની વ્યૂહરચના વિશે સવિસ્તર માહિતી આપી હતી. તેમણે બ્રાન્ચને વધુ મજબૂત બનાવવા, વધુમાં વધુ એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) આકર્ષવા અને લોન વિતરણ વધારવા અંગેના મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગ્રાહક સેવા, પારદર્શિતા અને નાણાકીય વ્યવસ્થાપન દ્વારા બ્રાન્ચ વધુ પ્રગતિ સાધી શકે છે.

આ પ્રસંગે નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટીના નેશનલ ડાયરેક્ટર શ્રી હિરેનભાઈ શાહ, સંસ્થાના મંત્રીશ્રી, કારોબારી સભ્યો તથા તમામ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બધા જ સભ્યોએ આ માર્ગદર્શન બેઠકમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને વિકાસલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી પાટણ બ્રાન્ચ છેલ્લા 13 વર્ષથી પાટણ અને આસપાસના વિસ્તારોમાં લોકોને નાણાકીય સેવાઓ પૂરી પાડી રહી છે. આ મુલાકાત પછી બ્રાન્ચના વધુ વિકાસ અને સેવાઓના વિસ્તરણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here