પ.પૂ.સંતશ્રી ભગવાનગીરી બાપુના આશીર્વાદ સ્વરૂપે શ્રીબળિયા હનુમાન મંદિર દ્રારા શ્રીપદ્મનાભભગવાનને દાળ રોટલી નો પ્રસાદ અપૅણ કરાયો..

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી સહિત સ્વામી પરિવારના પ્રમુખ ને સન્માનિત કરાયા..

પાટણ તા.૧૫
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ ને પ્રસાદ સ્વરૂપે અપૅણ કરાતી પંચકુટી દાળ અને ઉધા કલાડા પર તૈયાર કરવામાં આવેલ રોટલી સાથે ધી – ગોળના ગળીયાની પ્રસાદ રવિવારે શ્રીપદ્મનાભ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામચંદ્રાવતી ભોજનકક્ષ ખાતે પ.પૂ.સંતશ્રી ભગવાનગીરી બાપુના આશીર્વાદ સ્વરૂપે શ્રી બળિયા હનુમાન મંદિર પાટણના મહંતશ્રી હરિદાસ બાપુ અને તેમના અનુયાયીઓ દ્રારા તૈયાર કરી ભગવાન શ્રી પદ્મનાભ ને અપૅણ કરી તે પ્રસાદ સૌ ભક્તોએ એક પંગતમાં બેસી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આ દાળ- રોટલી ના પ્રસાદ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સ્વામી પરિવાર ના પ્રમુખ શાંતિભાઈ સ્વામી નું શ્રી બળિયા હનુમાન મંદિર ના મહંત શ્રી હરિદાસજી મહારાજ સહિત કુલડીવાસ યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા શાલથી સન્માન કરી શુભેચ્છા પાઠવી મહંતશ્રી હરિદાસજી મહારાજે શ્રીપદ્મનાભ વાડી પરિસરના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here