પાટણ તા. ૭
પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી ચોરી, લૂંટ, ખંડણી અને મારામારી સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફરલોંની ટીમે ગતરાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો હતો. આરોપી ઝહીરખાન શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પાટણ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
ત્યારબાદ બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી મારામારીના ગુના સંદર્ભે પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

આ દરમિયાન આરોપીને જાહેરમાં સરઘસ સ્વરૂપે બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદાનું પાલન ન કરનારાઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી ઝહીરખાન સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ પોલીસ સુત્રો તરફથી જણાવાયું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




