પાટણ એપીએમસી હોલ ખાતે જિલ્લા ભાજપની કાર્યશાળા યોજાઈ..

પ્રદેશ અને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા…

પાટણ તા. ૧૦
આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાની કાર્ય શાળા શહેરના એપીએમસી હોલ ખાતે યોજવામાં આવી હતી.
આ કાર્યશાળા મા ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,પ્રદેશમાંથી વકતા તરીકે ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના મહામંત્રી રજની
ભાઈ પટેલ તથા પ્રશિક્ષણ વર્ગ ના સંયોજક દુષ્યંતભાઈ પંડ્યા એ ઉપસ્થિત જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પાટણ એપીએમસી ખાતે આયોજિત જિલ્લા કક્ષાની આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રીબેન દેસાઈ,પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ,લવિંગજી ઠાકોર,દિલીપ ઠાકોર, મોહનલાલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, સહિત જિલ્લા, તાલુકા અને શહેર ભાજપ ના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું મીડિયા કન્વીનર જયેશ દરજીએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here