પાટણ: કોરડા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

પાટણ:
પાટણ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત પાટણ એસ.ઓ.જી. (SOG) શાખાએ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે દરોડો સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી દ્વારા જિલ્લામાં કાર્યરત નકલી ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વારાહી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મોજે કોરડા બસ સ્ટેશન પાસે પશુ દવાખાનાની સામે ફકીરવાસમાં એક શખ્સ કોઈપણ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે.
રૂ. 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા જગદીશપુરી નરસંગપુરી ગૌસ્વામી (રહે. જોરાવરગઢ, તા. સાંતલપુર) નામનો ઇસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર બીમાર લોકોને તપાસી દવાઓ અને ઇન્જેક્શન આપતા મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. 25,114.23 ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી
આરોપી જગદીશપુરી ગૌસ્વામી સામે વારાહી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-2023ની કલમ-319(2) અને મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હાલ વારાહી પોલીસ ચલાવી રહી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરીમાં નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા:

  • શ્રી જે.જી.સોલંકી (પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. પાટણ)
  • શ્રી ડી.કે.ચૌધરી (પો.સબ.ઈન્સ. એસ.ઓ.જી. પાટણ)
  • એ.એસ.આઇ શૈલેષકુમાર અને રણજીતસિંહ
  • હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ
  • પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણદાન, ભરતજી અને ડ્રાઈવર પનુજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here