પાટણ:
શહેરમાં આવેલ નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા પાટણના ગૌરવવંતા શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ખાડિયા શોપિંગ સેન્ટર સ્થિત ‘જન નિધિ’ (F/10) ખાતે સંસ્થાની માસિક બેઠક દરમિયાન આ ગૌરવ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભારતના શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વિદ્યાનિધિ તથા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત શિક્ષકોનું સંસ્થા પરિવાર દ્વારા વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તરફથી પ્રતિષ્ઠિત ‘TechGuru એવોર્ડ ૨૦૨૬’ (બેસ્ટ ટીચર્સ એવોર્ડ) મેળવવા બદલ ડો. કુલદીપ લુહાણા સહિત ડો. ઝેડ. એન. સોઢા, ડો. રૂપેશભાઈ ભાટીયા, ધનરાજભાઈ ઠક્કર તેમજ શ્રી રાજ મહારાજાને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી હિરેનભાઈ શાહ, ઈશ્વરભાઈ પરમાર, અશ્વિનભાઈ પંચાલ, ભરતભાઈ ઠક્કર, લીલાબેન સ્વામી, વર્ષાબેન તેમજ સંસ્થાના મેનેજરશ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ વિજેતા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Home Uncategorized પાટણ ખાતે નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષકોનું ભવ્ય...




