અંબાજી પગપાળા કેમ્પમાં ઓશિયા ફાઉન્ડેશનના કમલેશભાઈ મોદીની વિશેષ મુલાકાત: સેવાકીય કાર્યોને બિરદાવી એક્ટિવ ગ્રુપે કર્યું સન્માન

પાટણ:
અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શનાર્થે પગપાળા જતા માઇભક્તોની સેવામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘એક્ટિવ ગ્રુપ ઓફ પાટણ’ દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા કેમ્પ દરમિયાન પાટણની જાણીતી સેવાકીય સંસ્થા ‘ઓશિયા ફાઉન્ડેશન’ના અગ્રણી કમલેશભાઈ મોદીએ વિશેષ મુલાકાત લીધી હતી અને કેમ્પમાં યાત્રાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી સેવાભાવને બિરદાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન એક્ટિવ ગ્રુપ ઓફ પાટણના સલાહકાર મૌલિકભાઈ સુખડિયા, મંત્રી હર્ષદભાઈ, પ્રમુખ વિકાસભાઈ પટેલ, સચિનભાઈ રાવલ, શૈલેષભાઈ સહિત ગ્રુપના સભ્યો દ્વારા ઓશિયા ફાઉન્ડેશનની વિવિધ લોકસેવા અને સામાજિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ સંસ્થાના સેવાકીય યોગદાન બદલ સ્મૃતિ ચિન્હ આપી કમલેશભાઈ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ઉપસ્થિત તમામ સેવાભાવીઓએ ઉત્સાહપૂર્વક યાત્રાળુઓની સેવા અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here