પાટણ તા. 28
પાટણ શહેર માંથી નીકળેલી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાના માર્ગો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા વી. કે. નાયી દ્વારા ગોઠવવામાં આવેલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ પરિવાર દ્વારા જુનાગંજ પોલીસ ચોકી આગળ દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ચોખ્ખા ઘી ના શીરા નો કેમ્પ ઉભો કરી રથયાત્રાના દર્શનાર્થે પધારેલા જગન્નાથ ભકતોને વિતરણ કરી 143 મી રથયાત્રાને સફળ બનાવવા સહયોગી બનવા બદલ સમગ્ર પોલીસ પરિવાર વતી જિલ્લા પોલીસ વડા વી. કે. નાયી ને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા પ્રમાણપત્ર આપી અભિવાદિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડાના આ અભિવાદન પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથ
યાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય, ટ્રસ્ટી બેબાભાઈ શેઠ, વિનોદભાઈ જોશી, માનસીબેન ત્રિવેદી સાથે રથયાત્રા સમિતિ મીડિયા પ્રતિનિધિ યશપાલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



